આજનો મનુષ્ય એટલા બધા દેખાડા કરતા થયી ગયો છે કે ના પૂછો વાત!! જયારે માતા- પિતા હયાત હોય ,ત્યારે સાથે રાખતા મુશ્કેલી ઊભી થાય છે,કરોડના બંગલામાં રહેતા માનવને એક નાની રૂમ માતા- પિતા માટે અલગ રાખી મૂકે અને લોકો આગળ માતા -પિતા ને સંતાડી રાખે કેમ ખબર છે! કારણકે તેના પોતાના સ્ટેટ્સ માં ઝાંખપ ના આવી જાય ,એટલે જુનવાણી વિચાર અને રહેણીકરણી ધરાવતા મા-બાપને પાર્ટીઓથી દૂર રાખે છે, અને જ્યારે એ માતાપિતા ગુજરી જાય ,ત્યારે લાખો રૂપિયા ખર્ચીને મરણતિથિ ઉજવે છે.જે માતા-પિતા પણ જોઈ શકવાના નથી,પણ એ માનવ પોતાના દેખાડા માટે મરણતિથિ માબાપની ઉજવી રહ્યો છે.
-Bhanuben Prajapati