વહેતી નદી
પર્વત ચીરી ઝરણું ફૂટ્યું,
વાદીયોમાંથી નીચે ઉતર્યું.
એક વહેતી નદીની ધારા નીકળી,
અને સાગર તરફ એની દિશા ઊપડી.
છમ છમ કરતું સફેદ પાણી,
ચોખ્ખું ચટ, મીઠું પાણી.
એની લયમાં આગળ વધતી જાય,
નદીને ક્યારેય ન રોકી શકાય.
નદીના બહાવમાં પણ એક સંગીત ઉપડે છે,
એની પોતાની પણ એક મધુર વાણી છે.
ઘણું બધું શીખવાડતી જાય છે આ નદી,
જેને યાદ રાખશે આવનારી કઈ સદી.
નદી પટ્ટી પત્થરો અને કાંકરીથી ભરેલી,
પણ એની ગતી ક્યારેય ન પડે ધીમી.
વહેતી જાય પોતાનું લક્ષ્ય કેન્દ્રિત રાખી,
સાગર સાથે મળવાનો એનો ઉલ્લાસ છે બાકી.
આપણે પણ જીવનમાં આ નીતિ અપનાવીએ,
સપનાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીએ.
ભલે પછી રસ્તામાં બાધા આવે કેટલી પણ,
આપણું ધ્યય હોવું જોઈએ મનમાં સ્મરણ.
નદીએ ન ક્યારે ભેદ ભાવ કર્યો,
આવકારો બધાને મીઠો આપ્યો.
કોઈએ એનો સ્વાદ ચાખ્યો,
તો કોઈએ એમાં કૂદકો માર્યો.
નદીથી એક મહત્વપૂર્ણ વાત શીખવા મળી,
એના વહેતા પાણીથી એક બાબત સમજણ પડી.
એક જ જગ્યાએ કદી જૂનું પાણી નહીં મળે,
એટલે જ તો દર વખતે મીઠું અને તાજું લાગે.
આપણે પણ ભૂતકાળને મૂકી આગળ વધીએ,
નવા સમયની સાથે નવી યાદો બનાવીએ.
ભલે નદી નીકળી છે ઝરણામાંથી,
પણ નક્કી એની જુદી ઓળખ છે સખી.
શમીમ મર્ચન્ટ, મુંબઈ.
_____________________________________