એક વખત રાજા જનક પાસે એક શિષ્ય આવે છે એ ઋષિ પુત્ર હતો પણ પરેશાન હતો કે એનું મન ઘણું ચંચળ છે એ કહે છે હું ઋષિ પુત્ર છુ મારે જીવન ભર ભ્રમચર્યનું પાલન કરવાનું છે પણ હું જ્યારે બજારમાં નીકળું છું તો બાહરી વસ્તુઓ મારું ધ્યાનાકર્ષણ કરી લે છે ઠેર ઠેર રોકાઈને જોવાનું મન થયા કરે છે હું શું કરું જેથી મારું મન એકાગ્ર રહે અને હું પોતાની ઈંદ્રિયો પર કાબુ મેળવી શકુ. રાજા જનક આ બધું સાંભળી શાંતિથી જવાબ આપતા કહે છે કે હું કહું એમ કર,
તું ફરીથી બજારમાં જા આ વખત તારી સાથે મારા બે તલવાર ધારી સૈનિકો સાથે આવશે જે તારા હાથમાં રહેલા તેલના વાડકાની રક્ષા માટે હશે. જો તારા હાથમાં રહેલા એ તેલના વાડકામાંથી એક પણ ટીપું નીચે પડ્યું તો એ ત્યાં જ તારી ગરદન કાપી નાખશે.
શિષ્ય ચિંતિત થઈ ગયો પ્રભુ આ તો ઘણું મોટું સાહસ છે હું કેમ કેમ કરી શકીશ?
રાજા જનક કહે છે જો તું આ કરીશ તો તારા મનની ચંચળતા દૂર થઈ જશે. શિષ્ય માની જાય છે અને ફરીથી બજારમાં જાય છે આ વખત એ પૂર્ણ એકાગ્રતા સાથે કિધેલા સમય કરતાં પણ જલ્દી પાછો આવી જાય છે જે વસ્તુઓ પહેલા તેનું મન ભંગ કરતી હતી એ આ વખત એને દેખાતી જ નથી.
આ દ્રષ્ટાંતનો અર્થ એટલો જ છે કે જ્યાં સુધી તમારી પાસે કોઈ લક્ષ્ય નથી ત્યાં સુધી તમે આમતેમ ભટકતા રહેશો પોતાની ઇન્દ્રયો પર વિજય નહિ પામી શકો.