બેઠા બેઠા એક વિચાર આવ્યો,
થયું લાવને તારી જિંદગી વિશે કાંઈક લખું,
દરરોજ સવારે સુરજ ઉગે એ પહેલાં ઉઠવાની તારી આ આદત;
એવું લાગે જાણે કે તારા અને સુરજ વચ્ચે રેસ ના લાગી હોય,
ઘરમાં બધાની જરૂરિયાતનું ધ્યાન રાખતી ,બધાના સમય સાચવતી;
એવું લાગે જાણે કે તારા અને સમય વચ્ચે રેસ ના લાગી હોય,
આખો દિવસ કામ માં ભાગદોડી કરતી રહેતી;
એવું લાગે જાણે તને હાઈ કમાન્ડરે કોઈ મિશન પર ના મોકલી હોય,
હર એક ઘડી તારા પ્રેમ નો ધોધ બધા પર વરસાવતી રહેતી;
એવું લાગે જાણે કે તું કોઈ પ્રેમની દેવી ના હોય,
તારા સપનાઓ અને ઈચ્છાઓને મારતી રહેતી;
એવું લાગે જાણે કે તું કોઈ ત્યાગની દેવી ના હોય,
કદાચ એટલે જ ભગવાન શિવે માઁ પાર્વતીને એમની લગોલગ બેસાડીને, નારી શક્તિને સન્માન આપ્યું હશે.
"નારી તું નારાયણી"
- DB Note✍