ગહેરી વાત જો મનમાં ગહન તો હોય છે,
કોઈ સાચી દશા માંહી , મનન તો હોય છે.
હયાતી તો મટી જાશે , જો પરપોટો ફૂટી,
પછી દરિયાનાં દિલ જેવા જ દર્શન હોય છે.
સમયસર ના વિચારો માં જરા જાગી રહો,
રુઠે છે કાળ જ્યારે પણ કફન જો હોય છે.
બધું બદલાય છે ,પલકો જરા ઝપકી જતાં
ને પરિવર્તન પ્રકૃતિમાં જો વહન તો હોય છે.
ખબર પડતાં જરા જાગે છે જીવો તો અહીં,
જીવન આનંદ માં ખીલ્યું ,ચમન તો હોય છે.
-મોહનભાઈ આનંદ