અમારા ગુજરાત મા તો દેશી કેરીઓ નો ઘોળીને *રસ કાઢતા ,*
પાછું છાલ ને ગોટલા ય ધોઈને ધોળા બાસ્તા જેવા કરી નાખે અને એ પાણીનો *પાછો "ફજેતો" બનાવે ,*
વળી ધોયેલા છોતરા તડકે સૂકવે અને સુકાઈ ગયેલા છોતરા ખાંડીને *પાવડર* બનાવે ને એમાં ચણાનો લોટ મિક્સ કરીને ન્હાવા *નું ઉબટન બનાવે ,*
વળી ધોયેલા ગોટલા ય ચીરીને અંદરથી *ગોટલી* કાઢે અને એ ગોટલી મીઠા વાળા પાણીમાં બાફીને છાયડે મુકીને કોરી કરે , પછી એ કોરી કરેલી ગોટલીઓ ને પછી ઘી માં *સાંતળીને* કાચની બરણીમાં ભરે ને આખું વરસ જમ્યા પછી એ *ગોટલીનો મુખવાસ ખાય !!*
અને છેલ્લે ય પાછું ગોટલી કાઢી લીધા પછી વધેલા છોડિયા ય તડકે સુકવી નાખે અને એ સુકા *છોડીયા ય લાકડા સાથે બમ્બામાં સળગાવે* ને ન્હાવાનું પાણી ગરમ કરે !!
હજુ ય કસ કાઢવાનો પાછો....
છોડિયા અને લાકડાની *રખિયા ( રાખ ) કાઢીને* ચાળીને ડબ્બામાં ભરી રાખવાની ને *એનાથી વાસણ ઉટક્વાના...*
*ઝીરો વેસ્ટેજ, Best management*
*ગુજરાતીને આત્મનિરભર થવાનું તો લોહી મા છે, શીખવાડવુ ના પડે...*
😅😆