" માઇક્રોફિક્ષન "
- - - - - - - - - - -
" આંધળો ન્યાય "
* * * * * * * * *
લોહી ભીના હાથે કાળુએ અડધી રાતે ખખડાવેલા બારણાના અવાજથી સમુ સફાળી જાગી . જોયું તો એ નશામાં ચકચુર દાતરડું પકડી ઊભો હતો . સમુ કંઈ સમજે ત્યાં તો પોલીસ આવી . કોર્ટમાં કાળુએ ગુનો સ્વીકાર્યો .સાચો હત્યારો એનો છોકરો કમસી પ્રેમિકા ગગીના બાપને મારીને તેની સાથે ભાગી છૂટયો .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી