Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સાયકલ સાયકલ, સોનાની સાયકલ..."

આજે છે "વિશ્વ સાયકલ દિવસ" દર વર્ષે ત્રણ જૂનના રોજ વિશ્વભરમાં "સાયકલ દિવસ" તરીકે મનાવવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર દ્વારા પ્રથમ વાર ત્રણ જૂન 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજે જ્યારે પેટ્રોલના વધી ગયેલા ભાવ જોઈએ ત્યારે ખરેખર એ જુના દિવસો યાદ આવી જાય, જ્યારે આપણે પરિવહન માટે સૌથી વધારે સાયકલનો ઉપયોગ કરતા હતા. ભારતમાં 1960 થી 1990 ના સમયમાં મોટા ભાગના લોકો સાયકલ ચલાવતા હતા. સમયની સાથે જીવન બદલાતું ગયું અને આપણે સૌએ પણ સાયકલ મૂકીને બાઈક અને કાર તરફ આંધળી ડોટ મુકી.

એક સમય હતો જ્યારે માણસ સાયકલ સાથે ઘણી લાંબી અને યાદગાર મુસાફરી કરતો. ઘણા લોકોને સાયકલ સાથે અનેક યાદો જોડાયેલી હશે. એક ગામથી બીજા ગામ જવાનું હોય કે પછી જવાનીના જોરમાં સાયકલ લઈને મિત્રો સાથે રખડવા જવાનું હોય. પ્રેમી પંખીડાઓ માટે તો સાયકલ વરદાન સમાન હતી. એક જ સાયકલમાં પ્રિય પાત્ર સાથે ડબલ સવારીમાં સફર કરવાની મજા જ કઈંક અલગ હતી. આજે પણ ઘણા લોકો સાયકલ ચલાવતા જોવા મળે છે પણ પહેલાના લોકોની સરખામણીમાં અત્યારે માત્ર 10% લોકો જ સાયકલ ચલાવે છે. આજે વધતા જતા પ્રદુષણવાળા વાતવરણમાં સાયકલ ચલાવવાના અનેક ફાયદાઓ છે. રોજ એક કલાક સાયકલ ચલાવવાથી માણસનું આરોગ્ય સારું રહે છે. જે લોકો સવાર - સાંજ નિયમિત સાયકલ ચલાવે છે એ લોકોને જીમમાં જઈને વજન ઓછો કરવાની જરૂર નથી પડતી. મસ્ત ઠળતી સાંજ હોય, સાયકલની સવારી હોય, ઠંડો પવન હોય અને તમે ગીત ગાતા ગાતા સાયકલ ચલાવતા હોવ તો માનજો કે તમારાથી વધારે સુખી માણસ આ દુનિયામાં બીજું કોઈ નથી.

સમયની સાથે ઘણું બધું બદલાવવાનું છે. ઘણી સુવિધાઓ મળશે પણ એક વાક્ય યાદ રાખજો કે, "ઓલ્ડ ઈઝ ગોલ્ડ." તો તૈયાર છો ને તમે બધા, એ જ પહેલાની જેમ સાયકલની સવારી કરવા માટે ??

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

હમ ભી જવા હૈ તુમ ભી જવા હો
બોલો જી બોલો ચલના કહાં હૈ
ચાંદી કી સાયકલ સોને કી સીટ
આઓ ચલે ડાર્લિંગ ચલે ડબલ સીટ

-SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111714977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now