કંટકોની ભીડમાં એક આશ લઈને નીકળી છું
લક્ષ્ય સુધી પહોંચીશ એવો વિશ્વાસ લઈને નીકળી છું
હું અને તું ની લડતમાં દોડે છે દુનિયા આખી
પણ ' સ્વ ' ને પામવાની ઝંખના લઈને નીકળી છું
મળ્યું ને મળશે એવું ક્યાં સુધી પકડીને બેસીશ
હું તો સુખને શોધવા ટોર્ચ લઈને નીકળી છું
માન - સન્માન ને મોભાની લાલચ છે અહીંયા સૌને
એક આત્મસન્માનની કલ્પના લઈને નીકળી છું
ખુદાની ડાયરીમાં પાપની હાજરી પુરાય છે
પાપને ધોવા કર્મોનું પુસ્તક લઈને નીકળી છું
ઝેરરૂપી ઘોંઘાટમાં બસ ખાલી ' હું ' ની હયાતી દેખાય છે
કઠિનાઈઓ નાં માર્ગમાં " અમી" રૂપી પ્રેરણા લઈને નીકળી છું