જાગી જાગી આખી રાત સવાર કીધી
તારા દરેક બોલ ને યાદ કરી સવાર કીધી
તારા વિયોગ ના દુઃખ માં જાગી સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
તારી સાથે પસાર કરેલ સમય ને યાદ કરી સવાર કીધી
તારા મેસેજ ફરી ફરી વાચી સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
ખુલી આખે સપના તારા જોઈ સવાર કીધી
તને ફરી મળવાની આસે સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
ઘડિયાળ ના કાંટા જોઈ ને સવાર કીધી
તારી નામ ની ચા પી પી ને સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
-JAI