🌻
અંધકાર
એટલું વળગણ હતું પતઝડ કહે, કંકોતરી છે કે નહીં !
પાંદડે મોસમ ઢળી છે, વાદળી અંગે ધરી છે કે નહીં
બંધ પાંપણ-જળહળી, છલકાય ખૂણો જળ અષાઢી સાંજનો
સાંજનાં કોરા પવનની યાદ લાવીને ભરી છે કે નહીં
મૂળ દાવાનળ હવે બે પાંદડે ભટકાય છે,થોડોઘણો
આજનો સંવાદ પીળી ડાળ છે, પીળી જરી છે કે નહી
આવતાં-જાતાં-જવાનાં આંગણે વણજાર, વન આગળ લખો
કોળતો આ કેવડો, વન-ખાખરે કેડી કરી છે કે નહીં
રાત ઝાકળમાં ઘણી ભીનાશ સૌંરભ, ફૂલની ક્ષણ આથમે
સૂર્ય સંતાતો કહે,ચાંદર પીળી ખરી છે કે નહીં
જાગૃતિ મારુ "જાગુ"
તા.૨૯/૦૫/૨૦૨૧