સરવાળા દેખાય ને બાદબાકી થાય છે
આ જિંદગી નું ગણિત છે
અહીં ઘણું શીખવાનું રહી જાય છે
ભાગાકાર સંબંધો ના સબંધો થી થાય છે
ને શૂન્ય ની જગ્યા એ શેષ થોકડી યાદો ની રહી જાય છે
છત્રી વાળા ભીંજાય ને છત્રી વગર ના કોરા રહી જાય છે
આ જિંદગી નું ગણિત છે અહીં ઘણું શીખવાનું રહી જાય છે
પ્રેમ કરનારા જીવે છે ગરીબી ની રેખા નીચે
ને પ્રેમ ના વ્યાપાર માં લોકો અઢળક કમાય છે
મારી છેતરપિંડી નો મતલબ અહીં તમારી હોશિયારી થાય છે
આ જિંદગી નું ગણિત છે અહીં ઘણું શીખવાનું રહી જાય છે
નસીબ ના ઘડિયાઓ ગુણાકાર બદલતા રહે છે
ક્યારેક ૪૦ એટલે ઘણું બધું ને ૪૦ લાખ પણ એકાંકી રહી જાય છે
આવા જ છે સરવાળા ને આવી જ બાદબાકી થાય છે
આ જિંદગી નું ગણિત છે અહીં ઘણું શીખવાનું રહી જાય છે
પ્રખર હોશિયાર તમે જવાબ સાથે તાળો પણ મળાવી લો
અહીં જવાબ સાચા હોવા છતાં દાખલા ખોટા પડી જાય છે
આ જિંદગી ની પોથી છે સાહેબ અહીં તમારું “ગણિત”પણ ખાખી બની જાય છે
આવા જ છે સરવાળા ને આવી જ બાદબાકી થાય છે
આ જિંદગી નું ગણિત છે અહીં ઘણું શીખવાનું રહી જાય છે
મોસમી/જબુ