ચાલને માનવી શરૂઆત કરીએ સફરને માણવાની
તમારા અને મારામાં રહેલા અહંકારને તોડવાની
શાંત ચિતે એકાંતમાં મનને ઓળખવાની
કુદરતના ખોળે પ્રેમથી આળોટવાની
વીતેલી ક્ષણોને ફરીથી વાગોળવાની
કાગળના થુથાની કમાણીમાં ભૂલેલી જિંદગીને જીવવાની
ત્રાટકેલી આફત સામે હિંમતથી લડવાની
સંબંધોના સરવાળાને સમજવાની
ગીતાજીનાં શ્લોકમાં રહેલી શિક્ષાનો એકડો ઘૂટવાની
શબ્દોની ધારને શાંતિનો પાઠ ભણાવવાની
આ મસ્તીભરી દુનિયાને ફરીથી જીવવાની
ચાલને માનવી શરૂઆત કરીએ સફર ને માણવાની