હવે એકા'દ છાલકથી જ ભીંજાઈ જવાનું છે,
ભલા ચોમાસું થોડું આપણું આખુ થવાનું છે.
મુકો મનની તમે મોટાઈ તો પણ સારું કે'વાશે,
કહે છે કોણ આખેઆખું ઘર આ ત્યાગવાનુ છે.
હું અજવાળું દિવો થઈ ઘરને મારા જળહળીને બસ,
બે કર જોડીને મારે એટલું તો માગવાનું છે.
છું તારા હોઠની હું મોરલી વિશ્વાસ છે મુજને,
તુ થોડો શ્ચાસ ભર મુજમા કે મારે વાગવાનુ છે.
સમયની આ બટકતી ભીંતમાં ખીંટી તુ ખોડી રાખ,
કે આ હોવાપણાને કાલ ત્યાં જો ટાંગવાનુ છે.
શૈલેષ પંડ્યા...