જિંદગી કેડી હતી ઘરથી કબર
કેટલા શ્વાસે પડું કોને ખબર
આપણું ચાલે નહી આમાં કશું
કોણ જાણે થાકશે ક્યારે જઠર
આપતો ઇંધણ ધમણ ચાલુ રહે
લે વિસામો શ્યામ તો અટકે સફર
મોત જેને તું કહે છે માનવી
મોક્ષ પામી ના શકે એનાં વગર
જોતજોતામાં વિતી ચાલ્યો જશે
જે સમય આહીર રાખે છે નજર
- માવજી એમ આહીર 🌱