*તમન્ના*
આંખોમાં રોજ સૂરજ બની ઉગ્યો
અંધકારની ચાદર...
શેષસૈયા પર મોજથી પોઢયો.
ચાંદની રાતે ચાંદની બની પથરાયો.
અમાસે તારા સંગ આવ્યો..
ડાબીને જમણી કરવટે વારંવાર દેખતો,
મોરપીંછના શમણામાં લઈ મ્હાલતો.
આમને આમ યુગો વિત્યા...
બાગમાં ફૂલોની ફોરમ બની વિસ્તર્યો.
વિશ્વમાં પ્રેમનું પ્રતીક બની ફેલાયો..
વૃંદાવનની ગલી ગલીમાં બાંસુરીની ધુને રેલાયો..
કાલિન્દિના જળમાં પણ તું સમાયો,
ગો ધણ માં તું.. કંદબની ડાળે પણ તું જ..
મારી નજરમાં કળ કળમાં તું વ્યાપ્ત..
બસ, આરઝુ એટલી
રાધા ને મીરા સંગ..
તારા હ્રદયકમળે હોય નામ મારું
જન્મોજન્મ તારા નામ સાથે હોય નામ મારું..
આભાસી સપના લઈ આવું તારી પાસ.
ઓળખ મળે હરિપ્રિયા નામથી..
એય.. કાન્હા કરીશ ને પૂરી મારી આરઝુ?
"કાજલ"
કિરણ પિયુષ શાહ