Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉન્માદ અવતરે છે, અવસાદ અવતરે છે
ગઝલો બનીને કેવા જઝબાત અવતરે છે.

પ્રત્યક્ષ હાજરીનો ના ખપ હવે લગીરે
ધારું હું તે ક્ષણે તું સાક્ષાત અવતરે છે.

કેવા ભળી ગયા છે એ પ્રેમમાં જુઓ તો
શીરીં લખું કે સાથે ફરહાદ અવતરે છે !

અવઢવમાં જ્યારે આવું ,સમજાય ના કશું પણ
તું પ્રેમનો બનીને આસ્વાદ અવતરે છે.

એથી નમન કરું છું કાગળ અને કલમને
બોલી શક્યા નહીં જે તે વાત અવતરે છે .

-શબનમ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now