રાષ્ટ્રદર્પણ ન્યૂઝ પેપર આટ્લાન્ટા - યુ. એસ.એમાં પ્રસિદ્ધ કવિતા.
ઈમેજ મેકર - આભાર સહ કૌશિકભાઈ શાહ (યુ. એસ. એ.)
માણસ
છે છેલ છબીલો રંગ રંગીલો જાતભાત નો માણસ.
નાત જાત ના વાડામાં ઉલઝી ગયો છે,
ક્યાંક ફરિયાદ કરે છે તો કરાવે છે ક્યાંક ફરી "યાદ".
"હું" થી સાચી વાતમાં હુંકાર નથી ભરતો,
પણ નાની નાની વાતમાં "હું" (ઈગો)જરૂર ભરે છે.
દેખાય છે જ્યાં સ્વાર્થ હાથ ત્યાં લાંબો કરે છે,
સલાહ તો આપે છે સાચી ને સારી પણ પોતે અમલ ક્યાં કરે છે.
નથી અભિનેતા કે નેતા તો પણ રોજ ખેલ નવા કરે છે,
સાંભળવી નથી વાત પોતાના સ્વજનોની ને દોષ નસીબને દેવો છે.
પોતે જીવે છે એકલવાયી જિંદગી ને બીજાને ભેગા રહેવાની સલાહ આપે છે,
કરે છે વાદ-વિવાદ ને મતભેદ ઉભા કરે છે.
કરે છે ધર્મ ના નામે ધતંગ અને ભય ની ભક્તિ કરે છે,
દેખાવની આ દુનિયામાં માણસ તું માણસાઈ ભુલ્યો છે.
છે છેલ છબીલો રંગ રંગીલો જાતભાત નો માણસ.