ગઝલ
જ્યાં હતા આવકાર વ્યંગ કરે
એજ ઘર,એજ દ્વાર વ્યંગ કરે
એટલે તો જરા વધુ જીવ્યા
થાય ભેગા ને યાર વ્યંગ કરે
હાથમાં જોર તો સ્વમાની છે
આપના ફૂલહાર વ્યંગ કરે
પ્રાણ પાછા હવે એ માંગે છે
કેટલો યાદગાર વ્યંગ કરે
ત્યાં હજીપણ નથી મુકાતો પગ
હાટડી ને બજાર વ્યંગ કરે
રાતના કાળજે મળયું આસન
રોજ ઉગતી સવાર વ્યંગ કરે
ક્યાં હતું પહોંચવું હિમાલય પર
ભેખડો બેકરાર વ્યંગ કરે
કાસિમ શેખ"સાહિલ"