Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍃🌷🍃 સફેદ ચાંદે રણો ઝબોળ્યા 🍃🌷🍃

નયન લડાવી સપન પરોવ્યા સફેદ ચાંદે રણો ઝબોળ્યા !
અધોળ આસવ અમે ય ઘોળ્યા સફેદ ચાંદે રણો ઝબોળ્યા !

છલક છલકતાં જતા એ શ્વાસો, અપાર રાતો ભલી એ વાતો,
ને જળના ટીપાએ જળ ડહોળ્યા સફેદ ચાંદે રણો ઝબોળ્યા !

નભે સિતારા હતા જે નભમાં નિહાળતા બસ રહી ગયા છે,
અહા હા સ્પંદન કમળ શા ડોલ્યા સફેદ ચાંદે રણો ઝબોળ્યા !

કયા બહાને કરીબ આવ્યા ભૂલી સ્વયંને અમે ય ભેટ્યા,
હસીન સાંજે નયન જે ખોલ્યાં સફેદ ચાંદે રણો ઝબોળ્યા !

સમૂળ છોડી બધું ય સોપ્યું નજીક જઇ ત્યાં બધું ય ઢોળ્યું,
અફાટ સાગર ફરી પલોટ્યા સફેદ ચાંદે રણો ઝબોળ્યા !

** નિશિ **

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711326
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now