વલણ નવ વિચારો માં ઢલતા રહ્યાં,
સમયના પ્રવાહો બદલતા રહ્યાં.
હતાં ભૂતકાળે મિલનસાર પણ,
હવે દૌર સાથે જ ચલતા રહ્યાં.
અગર હાથ લાગી ક્ષણો ફાંકડી,
તરંગી ઉમળકે છલકતાં રહ્યાં.
વિસારી ગયેલા હ્રદય લાગણી,
વણાયેલ તાળે ઉકલતા રહ્યાં.
ઘણાં ડંખ દેતી જગતની છરી,
મતી કાળ મુખે નિગલતા રહ્યાં.
ગણેલો સહારો કદમ માપતો,
ઉમળકા દબાવી ઉછળતા રહ્યાં.
ઘણી આજ માસૂમ ખુશી સાંપડી,
ધરી મુખ ભાવે મલકતા રહ્યાં.
માસૂમ મોડાસવી