Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધારું છે બહુ બહાર લાગે
પણ ભીતર અજવાળું પહેલું માગે.
એક દિવસ દીપ પ્રગટાવે નહીં ચાલે
ઝળહળતું જીગર માત્ર મોકે નહીં ચાલે.
ક્ષમા માંગવી ને આપવી હોય કદી એક'દી?
સળંગ ને સતત એ આચરણ હોય તો ચાલે.
ઉમંગ ને ઉલ્લાસ આમ ઘડીભર ન ચાલે
મોકે મોકે મોજ ઉછળતી હોય તો ચાલે.
હેતથી મળવું માણસોને દિવસ એક ચાલે?
હૈયે હૈયું રોજે રોજ મળે તો ચાલે.
કહેવું નથી ઝાઝુ "નીલ " આટલું થાય તો ચાલે
ને આ દિવાળી હવે એક દી' શું? કાયમ હોય તો ચાલે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now