Gujarati Quote in Microfiction by Jatin Bhatt... NIJ

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઈક્રોફિક્શન
                        લહેર


દરિયા કિનારે હું એકલો બેઠો બેઠો દરિયા ની લહેરો જોતો હતો, સરકારે હમણાં કોરોના નો કહેર ઓછો થવાથી બીચ ખુલ્લા કરી દીધા હતા...
અચાનક મારું ધ્યાન એક નાની પાંચ છ વર્ષ ની બેબી પર ગયું, બેબી ચારે તરફ દોડે અને એક લાંબી સળી થી નીચે પડેલા માસ્ક ઉઠાવે અને ડસ્ટબીન માં નાખી આવે...
હું એની પાસે ગયો, એની ભાવવાહી આંખો માં આંખ મેળવી પૂછ્યું :'બહુ સરસ કામ કરે છે બેટા તું,આવું કરવાનું કોણે કીધું?'

'કોઈએ નહીં અંકલ, પણ હવે કોરોના ની ત્રીજી લહેર ,
અમને વધારે અસર કરશે ને?...
.
.
.
.
.
.
...
.
..
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)

Gujarati Microfiction by Jatin Bhatt... NIJ : 111711199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now