રાત પડે છે
પૂર્વેની સ્મૃતિઓ
જાગ્રત થાય છે
સ્મૃતિમાં માછલીઓ
તરવરે છે
જુદાં જુદાં
રૂપ રંગની
ક્યારેક
એ જુદી જ લાગે છે
બાબરા ભૂત જેવી
ક્યારેક
કદીય દાણામાં ન બનધાય એવા
ભૂત પ્રેત જેવી
ક્યારેક
વંતરી ચુડેલ કે સિકોતર જેવી
ક્યારેક
બરતનિયા, ગરતનિયા,રગતિયા,કે દુધમલિયા
વીર જેવી
ક્યારેક
દૂરના તળાવમાં
મગર પર બેસીને સાધના કરતી
ડાકણ જેવી
તો
ક્યારેક
કોરા ગરબામાં
રુમઝુમ રુમઝુમ
છણકા કરતી કોઈ
જોગણીઓ જેવી.
ભાઈ રાત રાત છે
રાતનું ગોત્ર
રાત જેવું જ ને?
વિનુ બામણીયા