થયા ઘાવ મનના દબાવી ગયાં લો,
મળ્યા ઘુંટ કડવા પચાવી ગયાં લો.
મિલન ની તમન્ના કરેલી પરંતુ
હ્રદય ચાહ સઘળી વિસારી ગયાં લો.
રહીશું સદાયે તમારા ઉપાસક,
સમય ના તકાજા નભાવી ગયાં લો.
હતી ખેવના પામવાની તમોને,
તમારા ભરમને બચાવી ગયાં લો.
હથેળી હમારી હતી લેખ ધારી,
લખ્યા લેખ સાચા બનાવી ગયાં લો.
તમે આશ લાગી નકારી હકીકત,
હ્રદય ભાવ માસૂમ દબાવી ગયાં લો.
માસૂમ મોડાસવી