હ્રદય પરહ્રદયની ઇનાયત નથી,
ખરી વાત કરવા ઇજાજત નથી.
વધું ભાવ ખાતા થયેલા જનો,
હવે કામ દેતી મહોબત નથી.
ઉપાયો વિચારે દરદના મગર,
નભાવી જવાની શરાફત નથી.
જબાને રહેલી સહજ ભાવના,
છતાં હક અમલ ની સદાકત નથી.
ઘડી બે ઘડીનો વિસામો બને,
અમારી વધુ કોઇ હસરત નથી.
ઘણી સાચવી એક તરફી વફા,
જગત મા બચી ક્યાંય રાહત નથી.
પડ્યા વાર માસૂમ બંધા વે ઠવા,
વધુ ઘાવ સ્હેવા જ હિમ્મત નથી.
માસૂમ મોડાસવી