Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્હેજ આગળ આવતા શીખી ગયા;
જાતને પડકારતા શીખી ગયા.

ઉત્તરો છે હાથમાં ક્યાં એમના?
પ્રશ્નને સમજાવતા શીખી ગયા.

ના કરી શક્યા કદી જે તૃપ્ત એ;
સર્વને તલસાવતા શીખી ગયા.

ડૂબવાનો ડર લઈ નીકળ્યા હતા;
એ હલેસા મારતા શીખી ગયા.

વાત જેને આવડી, ના આવડી,
વાતને વણસાવતા શીખી ગયા.

ભલભલા પુરુષાર્થવાદીઓ અહીં;
ભાગ્યને અજમાવતા શીખી ગયા.

કેટલી ઠંડી હશે જો ભીતરે?
તાપણું સળગાવતા શીખી ગયા.

ના ભલે બદલી શક્યા એ દ્રશ્યને ;
દ્રશ્યને દર્શાવતા શીખી ગયા.

ડૉ. મુકેશ જોષી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now