બેસતાં ઊઠતાં ચાલતાં હોય છે!
માણસો જાગતાં ઊંઘતા હોય છે!
યજ્ઞમાં હાડકાં હોમતાં હોય છે!
માણસો ધર્મમાં માનતાં હોય છે!
ગેબની વારતા માંડતા હોય છે;
માણસો આભમાં ઊડતાં હોય છે!
ખપ પડ્યે બારણાં ખોલતાં હોય છે!
માણસો અન્યથા લાપતા હોય છે!
જેટલું ઠંડીમાં તાપતાં હોય છે !
માણસો એટલું દાઝતાં હોય છે !
બંધ થઈ જઈ અને ખૂલતાં હોય છે!
માણસો બારણાં થઈ જતાં હોય છે!
એટલે અડધા પડધા થતાં હોય છે!
માણસોની ભીતર શૂન્યતા હોય છે!
એ રીતે દેહને ત્યાગતાં હોય છે!
માણસો વસ્ત્ર બદલાવતાં હોય છે!
------- ભરત ભટ્ટ --------