Gujarati Quote in Motivational by Shailesh Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના વાયરસ થી સાજા થયા પછી મારા અનુભવ ના શબ્દો 🙏

સારુ થયું ભગવાન... મને કોરોના થયો.
જીવનનું 'હું' પણું નીકળી ગયું.
હું હંમેશાં કહેતો હતો.. મારી ગાડી અને મારો બંગલો,
પણ જેવો એમ્બ્યુલન્સમાં બેઠો.. જીવ અદ્ધર થયો,
ગાડી રહી બંગલા સામે.. ને રસ્તો ધુંધળો થઈ ગયો,
સારુ થયું ભગવાન... મને કોરોના થયો. (1)

દરેક ઉધરસ સાથે.. કરેલા કર્મોનું સ્મરણ થયુ,
દરેક ચઢતા શ્વાસ સાથે, માણસાઈનુ ભાન થયુ,
પુણ્યસંચય ગયો તળીયે ને ઓક્સિજન ઓછો થયો,
ત્યારે ક્યાંક તારી પર વિશ્વાસ કર્યો...
સારુ થયું ભગવાન... મને કોરોના થયો. (2)

હતી પૈસાની મસ્તી.. ને પદની ગરમી,
બધું જ ગયું પ્રભુ હવે, આવી વર્તનમાં નરમી,
જ્યારે ગરીબની બાજુનો મળ્યો ખાટ,
ત્યારે ખરી પડ્યો મારો બધો જ ઠાઠ.
હવે એ બધું યાદ કરતાં જીવ ગભરાઈ ગયો..
સારુ થયું ભગવાન... મને કોરોના થયો. (3)

ગરીબને ક્દી પરખાવ્યો નહીં.. રૂપિયો કે દમડી,
સોયના છિદ્રો થકી હવે.. ઉધેરડાઈ ગઈ ચમઙી..
પાઇ-પાઈ કમાવેલા પૈસાનો ના કોઈ ઉપયોગ થયો,
સારુ થયું ભગવાન... મને કોરોના થયો. (4)

સત્ય કહું મિત્રો હવે...
પૈસા, હોદ્દો અને ખોટી પ્રતિષ્ઠા, તેમાંનુ નથી કંઈ કામનું....

કોરોનાના બેડ પર, કામ આવશે વેન્ટિલેટર ફક્ત પ્રેમનું,

સંબંધોના ઓક્સિજનને ક્યારેય નીચે જવા દેશો નહીં,
મિત્રતાના ઓક્સિમીટરમાંથી આંગળી પાછી લેશો નહીં.

આભાર પરમાત્મા તમારો કે તમે આ તમારા "મારા મિત્ર મારા ભાઈ બહેન માતા પિતા પરીવારજનોને " ને સાજા કયોઁ.....🙏🏻

Gujarati Motivational by Shailesh Jani : 111710585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now