પાદપૂર્તિ રચના
મળતાં હતાં કદી એ કિનારો નથી રહ્યો
પ્રેમે ચણ્યો હતો અે મિનારો નથી રહ્યો
આપ્યો જવાબ ઈંટનો પથ્થરથી જયાં જરા
ચોંકી ગયા એ પણ, હું બિચારો નથી રહ્યો
ઘટના નથી ફકત એનુ ઉગવું ને ડૂબવુ
સમજો સમય કદી એકધારો નથી રહ્યો
હું પણ મળુ તમોને તમે પણ મળો મને
જયાં કોઈનો કશોય ઈજારો નથી રહ્યો
"જોગી"ને આવવું છે તમારી તરફ જરા
ખેંચી શકે એવો એ ઈશારો નથી રહ્યો
મુકેશ જોગી "પાગલ"