ઘણી વાતો છુપાવી છે તમારામાં
કહી નાખો બધી વાતો ઈશારામાં
સફરનો એક તો અંજામ ના જાણું
તમારૂ મૌન અકળાવે વધારામાં
મુબારક અંધકારો આ અમાસો ના
નથી જોવું કશું મારે ઝગારામાં
નશામાં છું છતાં પણ ભાનમાં છું હું
ન બોલું નામ તારૂ હું લવારામાં
તમારી હાજરી છે બસ અમારે મન
નજરમાં તું,હૃદયમાં તું નઝારામાં
મુકેશ જોગી "પાગલ"