જો આંખમાં કશુક બળી તો રહ્યું સખત,
આ અશ્રુ જે સવારથી કોને ઝંખે પરત?
ક્યારેક રાહ જોઉં હું દ્વારે ઉભી ઉભી,
ક્યારેક લાવશે ઝળકી એમનો વખત.
ને દૂર રહેવું કઠિન છે જ્યારે પળે પળે,
અલગાવનો મુકામ તમારા વિના તરત.
જોડાઇ ને છતાં અળગા એ રહ્યા હશે,
દેખાવનો અભાવ હશે એમની રમત.
ને જીવવું છે એક ભરોસે ફરી ફરી,
તે રહેશું એકમેકમાં છેલ્લે સુધી સતત.
અર્ચના🌺
ગાગાલગા લગાલ લગાગા લગાલગા