આઘેથી તું શાને બોલે ઓરો આવને છડીયા ...
ખોટા પાલડામાં તું તોલે કંઈ ન જડ્શે છડીયા ....
સતના રસ્તા સીધા છે ને આડા અવળા દેખે છે ,
વાતવાતમાં બોલી બદલે શબદને સાચા લેખે છે ,
ડગડગ થાતો કાં તું ડોલે પગલાં સાચવને ઓ છડીયા ......
ભીતરમાં જઈ ઝાંખી જોતો રૂપ મજાનું તને દેખાશે ,
ભરચક ભીની પ્રેમની ગાગર બંધ આંખે તુજને પરખાશે ,
જ્યોતની માફક જબકિ જાશે તિમિર છોડી આવને છડીયા .....
:-::- હર્ષિદા દીપક