કોઈ રળિયામણી ઘડી લઈ ગઈ,
ક્યાં મને મ્હેંકની પરી લઈ ગઈ.
કોઈ ફળ ચાખવા કરી ઈચ્છા,
ઈવ-આદમને પાંસળી લઈ ગઈ.
રણની વચ્ચે તરસ હું પામ્યો છું,
ઝાંઝવા પાસે सांढणी લઈ ગઈ.
પહાડ પર લઈ ગયા સ્મરણ કોને,
ખીણમાં કોને ટેકરી લઈ ગઈ.
વાત કીધી જરાક સપનાની,
છોકરી એ ગઝલ લખી લઈ ગઈ.
ભરત ભટ્ટ