🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆
તું ખુદ પોતાનો ડર ના બન ,
રસ્તે કાંટો કંકર ના બન.
રાખ્યો છે પ્યાલો તે હોઠે,
ખોટું વિષ પી શંકર ના બન.
ના ખુરશી, ના કોઈ સતા છે ;
ડોઢો થઈને નીડર ના બન.
પોચું હૈયું ને મન બીકણ ;
તાકાત વિના લીડર ના બન.
'જલ' ની માફક તું આગળ જા
બસ ચિઠ્ઠીનો ચાકર ના બન.
*કવિ જલરૂપ*
*મોરબી*
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅