તરહી ગઝલ
*અમે ધારી નહોતી એવી,અણધારી કરી લીધી,
કરીને વાર હૈયે ઘાત ગોઝારી કરી લીધી.
ન ખાલી જાય એકે વાર,માટે સજ્જ થૈ બેઠાં,
હવે તો એમણે તલવાર,બેધારી કરી લીધી.
બહારો ના કદી આવી,અમારા દ્વાર પર કિંતુ--
ચમનમાં એમની કેવી,તરફદારી કરી લીધી?
હજારો સૂર્યથી અજવાળવાને, એમની રાતો,
અમે દિવડો બુઝાવી રાત,અંધારી કરી લીધી.
કલા તો એમની 'સ્વપ્નિલ',જુવો અદભૂત કેવી છે?
હ્રદયને કોતરી ઝીણી,મિનાકારી કરી લીધી.
તનસુખ શાહ.
સ્વપ્નિલ
*તરહી પંક્તિ
અમે ધારી નહોતી એવી, અણધારી કરી લીધી.
-----અમ્રૃત ઘાયલ.