આ જગતથી ભલે પરાયો છું,
ભીતરે શબ્દમાં સમાયો છું.
છે મમત કેવી એકબીજાથી,
જોઇ ને એ જરી ડઘાયો છું.
છોડતાં પણ ન છૂટતી માયા,
જીવમાં એટલો ફસાયો છું.
ને ચલાવે નસીબ ક્યાંથી કયાં?
હાથની રેખથી સવાયો છું.
ના બચી તો નથી તરસ કોઈ,
આ રમત જોઈ હું ધરાયો છું.
અર્ચના🌺
ઘાયલ સાહેબ ની ગઝલ પરથી