યુધ્ધમાં સર્વ થી સવાયો છું
શબ્દથી આજ હું ધવાયો છું
આખુ આકાશ હાથ છે મારાં
ચાંદ તારા મા પણ ફસાયો છું
સૂર થઇ ને રેલાઈ તારા માં
રોજ મારા મા હું ગવાયો છું
હું કબૂલાત કોઈ કયાં માંગુ
બસ કહો પ્રેમે હું પરાયો છું
એક મણકો પરોવી જોયું મેં
સુધ થઈ ત્યારે હું વિખાયો છું
જાણવા છો મથે મને દુનિયા
કોઈથી કયાં હું ઓળખાયો છું
વાત સીધી સપાટ મેં રાખી
મ્હેફિલો માં પછી છવાયો છું
મુકેશ જોગી "પાગલ"
ઘાયલ સાહેબ ની રચના પરથી