અંગત માં છું!
સાધુઓની સંગતમાં છું!
મનમોજી છું, રંગતમાં છું!
શાંત સરિતા, ખળખળ ઝરણું
ખીણ મહીં ને પર્વતમાં છું!
ના તીખો ના તૂરો મિત્રો
એણે પાયા શરબતમાં છું!
પીરસ્યા છપ્પન ભોગ તમે? હું
એની સાથે પંગતમાં છું!
છે આધાર અધૂરો મિત્રો
પણ પૂરો હું વિગતમાં છું!
મેલી દો, વાઢી દો માથું!
હું કાશીની કરવતમાં છું!
કહેવાનું જે હોય, કહી દો!
હરિયા ના હું અંગતમાં છું!
- હરિહર શુક્લ
(ગાગાગાગા ગાગાગાગા)