Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જળહળ....!

ના, લખેલાં કાગળોમાં વળ મળે
હા,પછીનાં કારણોમાં હળ મળે

પથ ધણો ચાલી જતાં ,સાથી કહે!
આભ તરસી આંખને ઝાકળ મળે

મૌન વરસે રાતની ઠંડી હવા
સામ-સામાં મન હવે આગળ મળે!

નભ ધબકતાં અંગમાં તારા ફરે
રાતરાણી! ચાંદમાં ચંચળ મળે

તું મળે તો! હાથ તારો હાથમાં
તો ! અયનમાં આપણાં વાદળ મળે

આમ પંખી આવતાં-જાતાં કહે
વીર ગાથા ! ગીત-ગાતી પળ મળે

જાગૃતિ મારુ "જાગુ"

સમય:-રાત્રે 10:30

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now