શુ સમજે ને તું?
હું ચૂપ રહું,
ફરિયાદ ન કરું,
માત્ર જોયે રાખું,
એટલે
મને કાંઈ થતું જ ન હોય ને?
મારી અંદર એક ઝરણું છે,
જે હંમેશા ઉછળકૂદ કરે,
મારી અંદર એક પતંગિયું છે,
જે હંમેશા ઉડાઉડ કરે,
મારી અંદર એક સન્નાટો છે,
જે હંમેશા બુમાબુમ કરે,
તો પણ
જો ને?
હું કેટલી દંભી છું?
દેખાડો જ તો કરું છું,
જીવવાનો....
અર્ચના🌺