રૂપ યૌવનનો નઝારો આંખ માટે હોય છે,
આ જગતની સઘળી વાતો આંખ માટે હોય છે.
.
બંધ રાખી આંખ તારી જે કઈ પણ તું વિચારે,
આવતા એ સૌ વિચારો આંખ માટે હોય છે.
.
ભૂલ છે તારી કે સઘળું સ્પર્શવા માટેજ છે,
અંગ ને એના ઉપાંગો આંખ માટે હોય છે.
.
કોઈ લલચાઈને ના દાનત બગાડે એમની,
એટલે તો સૌ નકાબો આંખ માટે હોય છે.
.
જો બધા આ સ્વાદ આપ્યા જીભ માટે તોય પણ,
'મિત્ર' એકજ સ્વાદ ખાટો આંખ માટે હોય છે.
.
મિત્ર રાઠોડ