અછાંદસ
સવાર,બપોર ને સાંજ,
આવે આઠે પહોર યાદ,
લાગણીને છુપાવાય નહી
કે ધમકાવાય નહીં
આવી જાય સમયની સાથ,
કોને પૂછું કોને કહું!?
સૌને આવું થતું હશે કાંઇ,
ક્યારેક ......
સરકીને આવી જાય,
આંખો માય,
કાજળ હરે ગાલોની લાલી,
આવી ને કરે તારી ચાડી,
આવે ના આવે તું
પણ.....
યાદ આવીને કહી જાય,
તારાં દિલમાં પણ છે
મારાં પ્રેમની સરવાણી.
કાજલ કાંજિયા "ફિઝા"