'ગઝલ'
જ્યાં ના તું હોય છે,
ના કશું હોય છે !
કંઈ નથી માનો, ત્યાં
કેટલું હોય છે !
મનમાં માણસનાં તો
જો , ઘણું હોય છે !
પ્રેમ નામે અહીં ,
ક્યાં કશું હોય છે ?
આપણી વચ્ચે બસ,
તારો 'હું' હોય છે !
મૌન પણ બોલે યા
ઠાવકું હોય છે !
નામ તારું લખું ,
કંઈ થતું હોય છે !
- હેમંત મદ્રાસી