તરહી રચના: પંક્તિ
કવિ શ્રી રમેશ પારેખ
ચરણ મારા તારાં ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
=======================
ભલેને હું દોડું હરણફાળ પણ,
ચરણ મારાં તારાં ભણી હોય છે.
ચડી શીશ શોભે ફુલોની કળી,
હરી એ તો પારસમણી હોય છે.
નજરને નજરનાં સવાલો થશે,
પ્રણયની અહીં વાવણી હોય છે.
મળે જયાં ઝખમથી મઢેલા ઘણાં,
સભાઓ દરદની ઘણી હોય છે.
લખાઈ ગઝલ જે ખરા પ્રાસમાં,
ગઝલએ હિરાની કણી હોય છે.
કાજલ કાંજિયા 'ફિઝા'