*અછાંદસ*
છાના પગલે તું આવ્યો,
મારાં કવનમાં,
થઈ રહ્યો શોર કંઈક
મારાં મન ભવનમાં.
દિવા જાગ્યા,
આખી રાત મારાં ઓરડે,
વિરહની વેદના,
હતી તેની જલનમાં.
દુનિયા કે છે
થઈ ગઈ હું દિવાની,
કારણ.......,
વાતે વાતે વસ્યો,
તું મારાં કથનમાં.
ભીંતોને હું સખી સમજી
કરું વાતો ઘણી,
નથી કાજળ રહેતું,
હવે મારાં નયનમાં.
આવી અણધારી,
ક્યાંથી લાગી ઠેસ!?
વરસુ,તરસુ,ભટકુ,
બસ તારી અગનમાં.
કાજલ કાંજિયા' ફિઝા'