*શ્યામના હાથમાં પિચકારી રે....*
શ્યામનાં હાથમાં પિચકારી રે,
સામે ઊભી રાધા લટકારી રે.
જુએ શ્યામ નયન તાકી રે,
દિશે રાધા બહોત પ્યારી રે.
ભીંજાઈ રાધાની કદકાઠી રે,
લૂંટે મજા જુઓ ગીરધારી રે.
આવી ત્યાં વૃન્દાવનની નારી રે
જોઈ કાન્હાને ત્યાંથી નાશી રે
છોડે કોઈને ના વનમાળી રે
કાન્હા સંગ રંગાઈ હર નારી રે
જુએ લીલા આ રાધારાણી રે
પછી રાધા કાન્હાથી રીસાઈ રે
મનાવે રાધાને જો ચક્રધારી રે
ના રુઠો, રાધા મારી પ્યારી રે
સખી મારી બધી વ્રજની નારી રે
ખવડાવ્યા મને માખણ ભારી રે
ચૂકવવા છે ૠણ પ્રેમ વારી રે
હૈયે સદા છબી રાધા તારી રે
તું છે મારાં બાગની ફૂલવારી રે સમજાવે રાધાને જો વનમાળી રે
માની ગઈ વાત રાધા શાણી રે
પછી લીધી હરખની હિચકારી રે
રમ્યા હોળી,રાધા કુંજબિહારી રે
પ્રિત રંગેરંગાયા મોરપીંછ ધારી રે
હતી શ્યામની રાધા નખરાળી રે
દલડું લઈ ગઈ શ્યામનું ચોરી રે
કાજલ કાંજિયા 'ફિઝા'