Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મહિલા વિશ્વયોગ દિવસ નિમિત્તે*
-------------------------
*હા હું એ નારી છું*

શૌર્ય અને સાહસની કંઈક અનેક ગાથાઓ હતી,
સાહસિક વિરાંગનાઓની એ અનોખી વાત હતી.

કયાંક દિકરી,કયાંક બહેન
કયાંક પત્ની તો ક્યાંક માતા બની,
ઘરમાં તેની ફરજો અપાર હતી,
સાહસ,હિમ્મત, ધૈર્યની એ અજોડ મિસાલ હતી,
કયાંક મનની વાત મનમાં સમાવી ત્યાગ કરતી તો કયાંક...
શક્તિનાં ઓજશ પાથરી ચારે દિશા ઉજાગર કરતી,

નવું જીવન આપનારી એ જનેતા હતી તો કયાંક...
દુષ્ટોનો સંહાર કરતી એ દુર્ગા હતી,
કયાંક કોમળ હૃદય અને સુંદરતાની એ મહારાણી હતી તો કયાંક....
યુધ્ધે લડી શહિદ થતી ઝાંસીની રાણી હતી,

ના હું અબળા,ના હું કમજોર હતી,
નારી હું નારાયણીને સાર્થક કરતી હું શક્તિ હતી,

હું સીતા,હું સાવિત્રી, હું રાધા, હું મીરા
હું પવિત્રતાની ગંગા ગંગોત્રી,
હું ચંડી,હું ચામુંડા, હું કાલીકા, હું પાંચાલી ....
દુષ્ટોનાં વિનાશનું હું કારણ હતી,

કયાંક ઇન્દિરા બની સાશન કરતી તો કયાંક...
મધર ટેરેઝા બની સમાજ સુધારક હતી,
ગર્વથી કહું છું ......
હા હું એ નારી છું ,
હા હું એ નારી છું,
હા હું એ નારી છું.

કાજલ કાંજિયા 'ફિઝા'

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111709999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now