*પ્યારી ખિસકોલી*
રાધે રાધે બોલે ન્યારી ખિસકોલી,
જાગે ત્યારે બોલે પ્યારી ખિસકોલી.
વૃંદાવનમાં કંદબનાં ઝાડે ઝાડે,
ડાળે ડાળે બોલે પ્યારી ખિસકોલી.
કેવી રમતી ભમતી એ સંતાકુકડી,
પાંદે પાંદે બોલે પ્યારી ખિસકોલી.
થૈ થૈ નાચે મુરલી નાદે, રાગે,
તાલે તાલે બોલે પ્યારી ખિસકોલી.
કાન્હો પણ જોને રાધા રાધા બોલે,
હોંશે હોંશે બોલે પ્યારી ખિસકોલી.
કાજલ કાંજિયા 'ફિઝા '