રોજ.....
નવા દિવસની નવી આશાએ જાગું છું.
ગઈ કાલના દુખો ભૂલી,
આવતી કાલનું સ્વાગત કરવા ઊભી છું.
નિરાશાઓને પાછળ છોડી,
આશાઓની પાછળ દોડુ છું.
નફરતથી કરમાઈને પળવારમાં.....
પ્રેમનાં શબ્દોથી ખીલુ છું.
લાખ બંધનોમાં જકડાઈને...
મુક્તિ નો મારગ શોધું છું.
મારા અસ્તિત્વના સાનિધ્યમાં રહીને,
તને કણકણમા હું પામુ છું.
રોજ રોજ હું ......
નવી આશાએ જાગું છું.
કાજલ કાંજિયા 'ફિઝા'